Gandevi latest news : ગણદેવીમાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા.

    Gandevi latest news : ગણદેવીમાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા.

ગણદેવી નગરપાલિકા સામે દરૂવાડ તુળજા ભવાની મંદિર પરિસરમાં તારીખ 19-06-2 024ની સાંજે ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા હતા. જેને કારણે નગરજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટ માંથી સોમવારની સાંજે રૂ.૧,૪૩,૬૧,૨૬૦ નાં ખર્ચે ૧૩ વિકાસકામો નાં ખાતમુહૂર્ત કરાયા હતા. 

           જેમાં રૂ.૪૭.૮૧ લાખ નાં ખર્ચે નાની છીપવાડ, દરૂવાડ અને કોર્ટ સામે પંપીંગ સ્ટેશન થી મેંધિયા ફળીયા મળી ત્રણ આરસીસી ટ્રીમીક્ષ રોડ, રૂ. ૮૭.૬૮ લાખ નાં ખર્ચે સુંદરવાડી રબલ પીચિંગ, પેવર બ્લોક, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ ગલી, ઘેલાવડી, કેનિંગ ફેકટરી અંબા માતા મંદિર, રહેજ કોળીવાડ, દલાલ સ્ટ્રીટ, મોર્ડન પબ્લિક સ્કૂલ ગેટ સુધી અને મુસ્તાક ભાઈ નાં ઘર આગળ મળી ૮ સ્થળો એ પેવર બ્લોક, રૂ.૩.૬૧ લાખ નાં ખર્ચે પાણી ની ટાંકી ગાર્ડનમાં જીમ સાધન અને રૂ.૪.૫૦ લાખ નાં ખર્ચે વિવિધ વિસ્તારમાં ઇનોવેટિવ પેઇન્ટ કરવાના કામનો પ્રારંભ કરાયો હતો.            

ત્યારબાદ ગણદેવી શહેરમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગતની સફાઈ ઝૂંબેશમાં હાજરી આપી સેવા અર્પણ કરી અને સુંદર કાર્ય બદલ નગર પાલિકાને બિરદાવી હતી.

       આ પ્રસંગે ગણદેવી પાલિક પ્રમુખ ભાવેશ પટેલ, ભાનુબેન પટેલ, પ્રાણલાલ પટેલ, સરસ્વતી પટેલ, ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, ચીફ ઓફ્સિર પ્રાચી દોશી, વગરે ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments