વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવૃત્ત થતાં વિદાય-સન્માન સમારોહ યોજાયો.

  વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવૃત્ત થતાં વિદાય-સન્માન સમારોહ યોજાયો.



ખેરગામ : વાંસદા તાલુકા શિક્ષણ અધિકારી હરીશભાઇ અમૃતભાઇ પટેલ વયમર્યાદાને કારણે સેવા નિવૃત થતા વાંસદા તાલુકાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીના પ્રમુખ સ્થાને બીઆરસી ભવન વાંસદા ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. હરીશભાઈ પટેલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે થોડા સમય માટે ઇન્ચાર્જ તારીકે રહી ચૂક્યા હતા.હરીશભાઈએ વહીવટી કુશળતા દ્વારા શિક્ષકોના શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોના ઉકેલ,ઉચ્ચતર પગાર,સેવાપોથી અપડેશન,પેન્શન કેસ,તફાવત બિલો જેવા કાર્યો પૂર્ણ કરવા તેમજ વિશેષ કામગીરીમાં મતદારયાદી સુધારણા અંતર્ગત નવસારી જિલ્લાના શ્રેષ્ઠ ઇ.આર.ઓ.તરીકેનો એવોર્ડ મેળવી વાંસદા તાલુકાને ગૌરવ અપાવવા બદલ ઉપસ્થિત શિક્ષકોએ આભારની લાગણી વ્યકત કરી હતી.આ વિદાય સમારંભમાં વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને હોદ્દેદારોએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.સમગ્ર શિક્ષા પરિવાર વાંસદા તરફથી સન્માન પત્ર આપવામાં આવ્યુ હતુ.વિદાય સમારંભમાં નિવૃત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરી,ભૂપતસિંહ પરમાર,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો,બીટ નિરીક્ષકો,કેન્દ્ર શિક્ષકોએ હરીશભાઇ પટેલને એમનું શૈષ જીવન કુટુંબ પરિવાર સાથે તંદુરસ્તીમય,સુખમય,ભકિતમય બની રહે એવી શુભેચ્છા વ્યકત કરી હતી.

Post a Comment

0 Comments