શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

 



શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું.

જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.

ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખ અને સમાજના આગેવાન શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા સમાજ ભવનનાં નિર્માણ માટે સૌ પ્રથમ રૂ. ૧૧૧૧૧/- અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.ત્યારબાદ વલસાડ પોલીટેકનિક કોલેજના પ્રોફેસર નિરલ પટેલ દ્વારા પણ ₹ ૧૧૧૧૧ રૂપિયા ભવન નિર્માણ માટે દાન પેટે આપવામાં આવ્યાં હતાં. સમાજ ભવનનાં નિર્માણ ખાતમુહૂર્ત વખતે ₹ ૧,૧૧,૧૧૧ રૂપિયા દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આને સાથે સાથે સમાજ મંડળને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.  શ્રી ધોડિયા પ્રગતિ મંડળના ઉપપ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ દ્વારા સમાજ ભવનનાં નિર્માણ માટે દોઢ વીઘુ જમીન ટોકન પેટે રકમ લઈને દાન કરવામાં આવી છે.જેની જાહેરાત થતાં જ સંમેલનમાં ઉપસ્થિત સૌએ તાળીઓ પાડી વધાવી લીધી હતી. અને તેમણે સમાજનાં સૌ સભ્યોને સહયોગ અને સહકાર આપવાની અપીલ કરી હતી. 

આ વાર્ષિક સ્નેહ સંમેલનમાં શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ સુરખાઇનાં પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, ટ્રાઈબલ ડેપ્યુટી કમિશનર શ્રી સુરેશભાઈ ગરાસિયા ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, ખેરગામ જનતા કેળવણી મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, વેપારી મંડળનાં પ્રમુખશ્રી અમ્રતભાઈ પટેલ, નિવૃત લાઈબ્રેરી નિયામકશ્રી દિનેશભાઈ પટેલ, ડૉ. ગુલાબભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પ્રશાંતભાઈ પટેલ, રમેશભાઈ સી પટેલ,  આર. ડી પટેલ નિવૃત્ત ઈજનેર જેટકો. ડો. ગુલાબભાઇ,  ડો. રાકેશભાઈ, ડો. રામભાઈ, ડો. જગદીશભાઈ,  યોગેશ ભાઈ પટેલ  સરકારી વકીલ ચીખલી,   ડો. વિરેન્દ્ર ભાઈ ગરાસીયા,  રાજુભાઈ પટેલ સદગુરુ ફામૅ, ચેતનભાઈ પટેલ વાડ, નટુભાઈ પટેલ માજી સરપંચશ્રી ખેરગામ  તેમજ સમાજના અગ્રગણ્ય આગેવાનો હાજર રહ્યા હતા. 

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળના હોદ્દેદારો

શ્રી કૌશિકભાઈ બી. પટેલ (પ્રમુખશ્રી)

શ્રી અમ્રતભઆઈ એમ. પટેલ‌ (ઉપ પ્રમુખશ્રી)

શ્રી જગદીશભાઈ એમ. પટેલ (મંત્રીશ્રી)

શ્રી નિલેશભાઈ કે. પટેલ (ઉપર મંત્રીશ્રી)

શ્રી અશોકભાઈ પટેલ (ખજાનચીશ્રી)






Post a Comment

0 Comments