છઠ્ઠી ડિસેમ્બરથી સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લાના તમામ તાલુકા અને નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું કરવામાં આવેલ આયોજન.



છઠ્ઠી ડિસેમ્બરથી સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લાના  તમામ તાલુકા અને નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું  કરવામાં આવેલ આયોજન.

રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત નવસારી જિલ્લાના તમામ તાલુકાઓ તથા નગરપાલિકામા તા.૨૩ ડિસેમ્બરે અને નવસારી જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા કાર્યક્રમ ૨૬ ડિસેમ્બરના રોજ યોજાનાર છે.

નવસારી જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા કાર્યક્રમમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લીંક: https://snc.gsyb.in પરથી તા.૦૬ થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે.

Official website linkhttps://snc.gsyb.in/

સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. 

૨૩ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજિત થનાર તાલુકા અને નગરપાલિકા વિસ્તારના યોગ સ્પર્ધા કાર્યક્રમો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારીના જણાવ્યા અનુસાર નવસારી તાલુકા અને નવસારી વિજલપોર નગરપાલિકાનો યોગ કાર્યક્રમ આશ્રમશાળા ભકતાશ્રમ માણેકલાલ રોડ ખાતે – ગણદેવી તાલુકા અને બીલીમોરા નગરપાલિકાનો યોગ કાર્યક્રમ વી.એસ.પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે – ગણદેવી નગરપાલિકાનો યોગ કાર્યક્રમ અટલ કોમ્યુનીટી હોલ ખાતે 

-ખેરગામ તાલુકાનો યોગ કાર્યક્રમ જનતા હાઈસ્કુલ બિરસા મુંડા સ્ટેચ્યુ ખાતે – ચીખલી તાલુકાનો યોગ કાર્યક્રમ દા.એ.ઈટાલીય સાર્વજનિક હાઈ સ્કુલ ખાતે – જલાલપોર તાલુકાનો યોગ કાર્યક્રમ નારણલાલા ભગવતી સંકુલ એરુ ચાર રસ્તા ખાતે – વાંસદા તાલુકાનો યોગ કાર્યક્રમ જનતા હાઈ સ્કુલ ઉનાઈ ખાતે અને ૨૬ ડીસેમ્બરના રોજ આયોજિત થનાર જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા કાર્યક્રમ સર .સી.જે.એન. મદ્રેસા સ્કુલ ખાતે યોજાનાર છે .


Post a Comment

0 Comments