પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની પાંચ દિવસીય તાલીમ શરૂ.

 


પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની પાંચ દિવસીય તાલીમ શરૂ.

ખેરગામના કુમાર શાળા ખાતે તારીખ ૨૦-૧૧-૨૦૨૩થી ૨૪-૧૧-૨૦૨૩ દરમ્યાન પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની  પાંચ દિવસની તાલીમ શરૂ થઈ છે.

જેમાં નવસારી જિલ્લાની કુલ ૨૫૭ શાળાઓમાંથી ખેરગામ બ્લોકની ૨૪ શાળાઓ અને ચીખલી તથા વાંસદાની ૨૫ શાળાઓ મળી કુલ ૪૯ શાળાઓનાં કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટર ભાઈઓ - બહેનો આ તાલીમમાં જોડાયા છે.

આ તાલીમમાં ધોરણ ૧ થી ૧૨નાં બીજા સત્રના અભ્યાસ ક્રમમાં સમાવિષ્ઠ પાઠ્યક્રમનાં મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.




Post a Comment

0 Comments