નવસારી જિલ્લા સમસ્ત આદીવાસી સમાજ અને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા સેવાકાર્ય.

             

નવસારી જિલ્લા  સમસ્ત આદીવાસી સમાજ અને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા સેવાકાર્ય.

ખેરગામ તાલુકામાં હોસ્પિટલ ચલાવતા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોકટર નીરવ પટેલ તેમની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે જિલ્લામાં કીર્તિમાન બન્યા છે.

આદિવાસી સમાજ જ નહીં અન્ય સમાજના લોકો માટે પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે. અન્યાય સામે લડવામાં જર પણ પાછળ હટતા નથી જેને કારણે ડૉ .નિરવ પટેલ ખૂબ જ લોકપ્રિય બન્યા છે.નવસારી જિલ્લા જ નહીં રાજ્યમાં કોઇ પણ ખૂણે મદદ કરવા માટે તત્પર રહે છે. અને તેમની સેવાકીય પ્રવૃતિઓમાં આદિવાસી સમાજના તમામ હોદેદારો સાથે હર હમેશ તેમની પડખે ઉભો રહે છે.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા નવાપુરા ગામના ૧૨ જેટલાં ઘરોને આગની ઘટનામાં  થયેલ વ્યાપક નુકસાન બાબતનો વિડીયો સોસીયલ મીડિયામા વાયરલ થતાં રાજપીપળાના સેવાભાવી શિક્ષક મિનેશ પટેલે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ પટેલ અને ઉકાઇના એન્જીનીયર ગૌરાંગ પટેલને તેમજ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોને જાણ કરી હતી. જે બાદ બધાએ ભેગા મળીને અનાજ, કપડાં, વાસણ, નોટબુક, ગોદડા સાહિતની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભરીને લઇ જઇ ૯ જેટલાં ગરીબ પરિવારોને મદદ કરી હતી.

ડોકટર નીરવ પટેલે પીડિતપરિવારોની સ્થિતી દયાજનક હોવાનું જણાવ્યું હતું.લાચાર ગરીબ પરિવારોને તંત્ર દ્વારા જેમ બને તેમ ઝડપથી સહાય મળે એવી આશાપણ વ્યક્ત કરી હતી. શિક્ષક મિનેષ પટેલ તેમજ ઈજનેર ગૌરાંગ પટેલે સમાજના સરકારી નોકરી કરતા અને ધંધામાં સારુ કમાતા લોકોને દર મહિને શિક્ષણ અને આવી ઇમરજન્સી પરિસ્થિતિમા યથા શક્તિ મદદકરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે પૂરગ્રસ્ત લોકોને પણ મદદકરવાની તૈયારી બતાવી હતી.
























Post a Comment

0 Comments